માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ

ભારતના પશ્ચિમ કિનારાના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલા વલસાડ જિલ્લાની પૂર્વમાં છે સહ્યાદ્રીની ઘેઘૂર પર્વતમાળા અને પશ્ચિમે છે ઘૂઘવતો અરબી સમુદ્ર. આ જિલ્લાની ફળદ્રુપ જમીન પર વિવિધ આંબા, વડ, સાગ અને ખૈરનાં અગણિત વૃક્ષોની તથા વિવિધ ફૂલોના છોડોની લીલીછમ ચાદર પથરાયેલી છે. વલસાડની દક્ષિણે બારે માસ વહેતી પાર નામની નદીના કિનારે અનેક સુંદર ગામ વસેલાં છે.

ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંના એક એવા પરશુરામની કર્મભૂમિ એવો આ વિસ્તાર પ્રકૃતિના અનુપમ સૌન્દર્યથી સદાય લચેલો રહે છે. આવા હેયું ઠારતા વાતાવરણ વચ્ચેના નાનકડા રાબડા ગામમાં માઁ વિશ્વંભરીનું અનુપમ અને અલૌકિક ધામ વિલસી-વિકસી રહ્યું છે. માત્ર ૯૦ દિવસમાં જ નિર્માણ પામેલું વિશ્વકક્ષાનું આ અદ્ભુત ધામ નજિકના ભવિષ્યમાં જ જગતમાં પ્રસરનારી પ્રેરક વૈચારિક-આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર બની રહેવાનું છે. આ ધામ જગતના જ્ઞાન-ભક્તિ-કર્મનો સોનેરી ઉજાસ પાથરે છે અને ભવસાગર તરવા આતુર મરજીવા માટે દીવાદાંડીની ગરજ સારે છે.

માઁએ એક વૈશ્વિક ધામના નિર્માણનો મહાપાત્રને આદેશ આપી એ માટે ૯૦ દિવસની મુદત પણ નક્કી કરી આપી. માઁની આજ્ઞા અનુસાર શ્રી મહાપાત્રે પોતાનાં તન, મન, ધનથી ધામનું નિર્માણ શરુ કર્યું. માઁએ કહ્યા મુજબનું સ્વર્ગસમુ સુંદર-શાંતિદાયક ધામ માત્ર ૯૦ દિવસમાં તૈયાર કરી શ્રી મહાપાત્રે પોતાની યોગ્યતા સિધ્ધ કરી બતાવી. ફક્ત બોલ બોલ કરનારા નહિ, પરંતુ કરીને બતાવે એ મહાન છે એ સિધ્ધ થયું.

A photo of the Maa Vishvambhari Tirthyatra Dham temple building
મહાપાત્ર– શ્રી વિઠ્ઠલભાઈ

મહાપાત્ર– શ્રી વિઠ્ઠલભાઈ

કર્મયોગી યાતિ પરાગતિમ્ – શ્રી વિઠ્ઠલભાઈ : સંઘર્ષથી પરમપદ સુધીની અલૌકિક યાત્રા :

આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન અનાદિ કાળથી એક અદભૂત કુશળતાપૂર્વક ચાલી રહ્યું છે. એ વાત તો સ્પષ્ટ છે કે આ અનંત બ્રહ્માંડમાં કોઈ પરમતત્વ એવા કાર્યરત છે કે જેના નિયમોથી જ સમગ્ર સૃષ્ટિ વ્યવસ્થિત, સુસંકલિત છે. તો એ પરમતત્વ કોણ છે ? આ અખિલ બ્રહ્માંડના સર્જનહાર અને સંચાલનકર્તા કોણ છે ? તમામ દેવી-દેવતાઓ કે ભગવાનમાં સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી એવી પરમશક્તિ કોણ છે ?

જ્યારે જગતના તમામ ગ્રંથો, તત્ત્વજ્ઞાની, ચિંતકો અને સાધકો આવા અલૌકિક પ્રશ્નોના ચોક્કસ અને પ્રામાણિક જવાબ આપવા અસમર્થ સાબિત થયા છે, જ્યારે આખું જગત કલ્પના અને તર્ક-વિતર્કના ગહન જાળમાં અટવાઈ જાય છે, ત્યારે ભારતભૂમિના એક વિરલ ધરતીપુત્ર–શ્રી વિઠ્ઠલભાઈના અંતરાત્મામાં આ પરમસત્યને જાણવા માટેની તીવ્ર જીજ્ઞાસા પ્રગટ થાય છે. આ પ્રબળ જીજ્ઞાસા તેમને માત્ર આ જન્મથી નહી પણ છેલ્લા સાત-સાત જન્મોથી હતી. પરમતત્વના સાક્ષાત દર્શન કરવાનું એ જ તેમના જીવનનું પરમ લક્ષ્ય બની જાય છે.

માઁએ એક વૈશ્વિક ધામના નિર્માણનો મહાપાત્રને આદેશ આપી એ માટે ૯૦ દિવસની મુદત પણ નક્કી કરી આપી. માઁની આજ્ઞા અનુસાર શ્રી મહાપાત્રે પોતાનાં તન, મન, ધનથી ધામનું નિર્માણ શરુ કર્યું. માઁએ કહ્યા મુજબનું સ્વર્ગસમુ સુંદર-શાંતિદાયક ધામ માત્ર ૯૦ દિવસમાં તૈયાર કરી શ્રી મહાપાત્રે પોતાની યોગ્યતા સિધ્ધ કરી બતાવી. ફક્ત બોલ બોલ કરનારા નહિ, પરંતુ કરીને બતાવે એ મહાન છે એ સિધ્ધ થયું.

1. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર કોણ?

2. સમગ્ર સૃષ્ટીનું સંચાલનકરતા કોણે?

3.સમસ્ત દેવી-દેવતાઓમાં સર્વ શ્રેષ્ઠ કોણ?

4. જીવ સૃષ્ટીની ઉત્પતિ કરનાર કોણ?

5. ત્રિદેવોની ઉત્પત્તિ કરનાર કોણ?

6. અણુ અણુ માં કોની શક્તિ કાર્યરત છે?

7. જન્મ અને મૃત્યુના ચક્રનું નિયંત્રણ કરનાર કોણ?

8. કર્મ પ્રમાણે ફળ અને ન્યાય આપનાર વિધાતા કોણ છે?

  1. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર જગત જનની માઁ વિશ્વંભરી છે.
  2. સમગ્ર સૃષ્ટીનું સંચાલન કરનાર માઁ ભગવતી વિશ્વંભરી છે.
  3. સમસ્ત દેવી-દેવતાઓમાં સર્વ શ્રેષ્ઠ આદ્યશક્તિમાં વિશ્વંભરી છે.
  4. જીવ સૃષ્ટીની ઉત્પતિ કરનાર પરમ શક્તિ માઁ વિશ્વંભરી છે.
  5. ત્રિદેવોને ઉત્પન્ન કરનાર માતા પણ માઁ વિશ્વંભરી જ છે.
  6. અણુ અણુમાં માં વિશ્વંભરીની દિવ્ય શક્તિ જ કાર્યરત છે.
  7. જન્મ અને મૃત્યુના ચક્રનું નિયંત્રણ કરનાર સ્વયં માઁ વિશ્વંભરી છે.
  8. કર્મ પ્રમાણે ફળ આપનાર અને ન્યાય કરનાર વિધાતા માઁ વિશ્વંભરી છે.
Divine Aura Goddess Vishvambhari

Explore Our Pillars

પાઠશાળા

ધામના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ, અહીં માઁ વિશ્વંભરીની વૈદિક વિચારધારા, દિવ્ય સંદેશ, ઓરીજીનલ ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ, સત્ય-અસત્યનો ભેદ અને જીવન જીવવાની કલાનો અમૂલ્ય પાઠ શીખવા મળે છે. તેથી ધામનું મુખ્ય સ્થાન 'પાઠશાળા' તરીકે ઓળખાય છે.

અહીં પાઠશાળામાં, આકાશ-પાતાળ-પૃથ્વી એમ ત્રણલોકનો અદભુત નજારો જોવા મળે છે અને પંચકર્મી રથમાં બિરાજમાન માં વિશ્વંભરીના ચૈતન્યમય દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. ઉપરાંત, અહીં સ્વર્ગલોકનો અલૌકિક ઝૂલો પણ અભૂતપૂર્વ આધ્યાત્મિક અનુભવ કરાવે છે.

Discover the Pathshala
Pathshala

હિમાલય

પાઠશાળાની ઉપર ૨૦૦ ફૂટ લાંબી હિમાલયની ગુફામાં, આછા પ્રકાશમાં અવળસવળ આગળ વધતા શેષનાગ અને ઓરિજિનલ શિવલિંગના દર્શન થાય છે, જે જીવનું શિવ સાથે અનુસંધાન કરાવે છે.

Discover the Himalaya
Himalayas

ગોકુલધામ

ગોકુલધામમાં, શ્રી કૃષ્ણે ઊંચકેલા ગોવર્ધન પર્વત તથા જશોદા-નંદબાબાની મઢુલીનું મનમોહક દૃશ્ય, દ્વાપરયુગની વૈદિક સંસ્કૃતિ અને શ્રેષ્ઠ સંસારિક મૂલ્યોને ઉજાગર કરે છે. અહીં, શ્રી કૃષ્ણે સત્ય, ધર્મ અને કર્તવ્ય પર અડગ રહીને યુગપરિવર્તનનું જે અમૂલ્ય ઉદાહરણ પૂરુ પાડ્યું હતું, તેની જીવંત અને અલૌકિક અનુભૂતિ થાય છે.

Discover the Gokuldham
Gokuldham

યજ્ઞશાળા

યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નહિ, પણ જીવન જીવવાની એક વૈદિક પદ્ધતિ છે. અહિંની પાઠશાળાની બાજુમાં આવેલી અદભુત યજ્ઞશાળા એ તેનો જીવંત દાખલો છે,જ્યાં દરરોજ સવાર અને સાંજ ગાયના ગોબર અને આયુર્વેદિક હવનસામગ્રીથી યજ્ઞ યોજાય છે તેમજ ચૈત્રી નવરાત્રીના નવ દિવસ મહાયજ્ઞ થાય છે. યજ્ઞના ધૂપથી વાતાવરણ માત્ર સુગંધિત જ નહીં, પણ શુદ્ધ બને છે અને આરોગ્યદાયી માહોલ સર્જાય છે. તેમજ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.

Discover the Yagnashala
Yagnashala

વૈકુંઠધામ

વૈકુંઠધામમાં પ્રવેશતા જ એકદમ સ્વચ્છ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને વિશાળ અવકાશ ધરાવતી આદર્શ ગૌશાળા સૌના મન-હૃદયને અભિભૂત કરે છે. અહીં અસલ ગીરની તંદુરસ્ત અને અલમસ્ત ગાયો હારબંધ ઊભેલી નજરે પડે છે, જે દરેકના મનમાં ભક્તિભાવ અને પવિત્રતાનો સંચાર કરે છે.

ગાયને માતાનો યોગ્ય દરજ્જો, સન્માન અને પ્રેમ આપીને તેની સાચી સેવા કેવી રીતે થવી જોઈએ, એનું ઉત્તમ અને આદર્શ ઉદાહરણ આ ગૌશાળા પૂરુ પાડે છે.

Discover the Vaikunthdham
Vaikunthdham

પંચવટી

પંચવટીના સુશોભિત અને સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં શ્રીરામ, સીતામાતા અને લક્ષ્મણજીના દિવ્ય-આધ્યાત્મિક દર્શન, ત્રેતાયુગની સ્મૃતિઓને પુનઃજીવિત કરી વૈદિક સંસ્કૃતિનું જીવંત ચિત્ર પ્રસ્તુત કરે છે.

સંઘર્ષભરી પરિસ્થિતિઓમાં પણ જેમણે સત્ય, ધર્મ, કર્તવ્ય અને મર્યાદા જેવા આદર્શ જીવનમૂલ્યોનું નિર્ભયતા અને અડગ વિશ્વાસ સાથે પાલન કર્યું, તેનું આ મનોહર દૃશ્ય દરેકના હૃદયમાં ભક્તિ, આદર અને પવિત્ર ભાવનો દિવ્ય પ્રકાશ પ્રગટાવે છે.

Discover the Panchvati
Panchvati

પ્રકૃતિ વન

આ ધામના કેમ્પસમાં કુદરતના સૌંદર્યથી પરિપૂર્ણ એક અદભુત પ્રકૃતિ વન આવેલું છે, જેને ધામના સ્થાપક શ્રી મહાપાત્રએ પોતાની જાત મહેનત અને અહર્નિશ સમર્પણથી જીવંત સ્વરૂપ આપ્યું છે. અહીં ગૌશાળામાં રહેલી ગાયોના ઘાસચારા માટે મકાઈ, જુવાર, નેપિયર, શેરડી, જીંજવો જેવા ચારા ઉગાડવામાં આવે છે. સાથે સાથે મગફળી, અડદ, ડાંગર વગેરે જેવા વિવિધ પાકોની પ્રાકૃતિક ખેતી થાય છે,

વિશેષ વાત એ છે કે અહીં કૃષિ માટે કોઇપણ પ્રકારના રસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવાને બદલે ગાયના ગોબર અને ગૌમૂત્ર પરથી તૈયાર કરાયેલા શુદ્ધ જીવામૃત વડે ખેતી કરવામાં આવે છે-જે ધામની પ્રકૃતિપ્રેમી અને આધ્યાત્મિક દૃષ્ટિને ઉજાગર કરે છે.

Discover the Van
Prakrutic Van

ધામના મુખ્ય પ્રતિકો

સત્ય, ધર્મ અને ક્રાંતિના દિવ્ય સંદેશ

કળશ-શ્રીફળ

કળશ-શ્રીફળ

આ કળશ-શ્રીફળ સાત્વિકતાનું સર્વોચ્ચ પ્રતિક છે, જે શ્રી મહાપાત્રના દિવ્ય માર્ગદર્શન હેઠળ વિશ્વકલ્યાણ અને નવયુગ નિર્માણની શુભ શરૂઆતનું પ્રતિક છે.

સ્વર્ગલોકનો નેજો

સ્વર્ગલોકનો નેજો

સૃષ્ટિના પાલન, પોષણ અને સંહારનું વ્યવસ્થાપન ત્રિદેવ દ્વારા થઈ રહ્યું છે. ૐ, ધજા, અને ત્રિશુલ પરમશક્તિ-માઁ વિશ્વંભરી દ્વારા સમગ્ર સૃષ્ટિના સંચાલનનો સ્પષ્ટ સંદેશ આપે છે.

વૈચારિક ક્રાંતિની મશાલ

વૈચારિક ક્રાંતિની મશાલ

આ મશાલ માઁ વિશ્વંભરીની ક્રાંતિકારી વિચારધારાની દિવ્ય જ્યોત છે, જે સમગ્ર માનવજાતના કલ્યાણ તથા નવયુગના દિવ્ય નિર્માણનું શક્તિશાળી પ્રતિક બની છે.

DHAM UDESHYA

ભારતના પશ્ચિમ કિનારાના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલા વલસાડ જિલ્લાની પૂર્વમાં છે સહ્યાદ્રીની ઘેઘૂર પર્વતમાળા અને પશ્ચિમે છે ઘૂઘવતો અરબી સમુદ્ર. આ જિલ્લાની ફળદ્રુપ જમીન પર વિવિધ આંબા, વડ, સાગ અને ખૈરનાં અગણિત વૃક્ષોની તથા વિવિધ ફૂલોના છોડોની લીલીછમ ચાદર પથરાયેલી છે. વલસાડની દક્ષિણે બારે માસ વહેતી પાર નામની નદીના કિનારે અનેક સુંદર ગામ વસેલાં છે.

ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંના એક એવા પરશુરામની કર્મભૂમિ એવો આ વિસ્તાર પ્રકૃતિના અનુપમ સૌન્દર્યથી સદાય લચેલો રહે છે. આવા હેયું ઠારતા વાતાવરણ વચ્ચેના નાનકડા રાબડા ગામમાં માઁ વિશ્વંભરીનું અનુપમ અને અલૌકિક ધામ વિલસી-વિકસી રહ્યું છે. માત્ર ૯૦ દિવસમાં જ નિર્માણ પામેલું વિશ્વકક્ષાનું આ અદ્ભુત ધામ નજિકના ભવિષ્યમાં જ જગતમાં પ્રસરનારી પ્રેરક વૈચારિક-આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર બની રહેવાનું છે. આ ધામ જગતના જ્ઞાન-ભક્તિ-કર્મનો સોનેરી ઉજાસ પાથરે છે અને ભવસાગર તરવા આતુર મરજીવા માટે દીવાદાંડીની ગરજ સારે છે.

માઁએ એક વૈશ્વિક ધામના નિર્માણનો મહાપાત્રને આદેશ આપી એ માટે ૯૦ દિવસની મુદત પણ નક્કી કરી આપી. માઁની આજ્ઞા અનુસાર શ્રી મહાપાત્રે પોતાનાં તન, મન, ધનથી ધામનું નિર્માણ શરુ કર્યું. માઁએ કહ્યા મુજબનું સ્વર્ગસમુ સુંદર-શાંતિદાયક ધામ માત્ર ૯૦ દિવસમાં તૈયાર કરી શ્રી મહાપાત્રે પોતાની યોગ્યતા સિધ્ધ કરી બતાવી. ફક્ત બોલ બોલ કરનારા નહિ, પરંતુ કરીને બતાવે એ મહાન છે એ સિધ્ધ થયું.

આ ધામમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી માઁની અલૌકિક પાઠશાળા (મંદિર), હિમાલય (શિવ દર્શન), ગોવર્ધન પર્વત (ગોકુલધામ), નંદબાબાની કુટીર,ગીર ગાયોની ગૌશાળા (વૈકુંઠ ધામ) શ્રી રામ કુટિર (પંચવટી) તથા નયનરમ્ય પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે બાગમાં સિંહ, ગજરાજ, જિરાફ, હરણ, વાનર સહિતનાં પ્રાણીઓ તથા મોર, પોપટ, કબુતર, ચકલી વિગેરે પંખીઓની આબેહૂબ જીવંત પ્રતિમાઓ આપણા દિલ હરી લે છે. વિશાળ ઘટાદાર વૃક્ષો, છોડવા, વિવિધ ધામોનું સ્થાપત્ય-સૌંદર્ય, એ સૌની પુષ્કળ અવકાશ પૂરો પાડતી વહેંચણી, ધર્મસ્થાનોમાં ભાગ્યે જ જોવા મળે એવી અણીશુધ્ધ સ્વચ્છતા, પાર નદીની શીતળતા લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતાં જ પ્રત્યેક માનવીના હદયના ઊંડાણમાં થતી વિશિષ્ટ અનુભૂતિ-માઁ વિશ્વંભરીના આ ધામને અદકેરું બનાવે છે, માઁના ખોળે બેઠા હોવાની નિરાંતનો અનુભૂતિ કરાવે છે. આ ધામને જેટલું જોઈએ એટલું વધુ જોવાની ઈચ્છા જાગે છે અને જેટલો દિવ્ય અનુભૂતિ પામીએ એટલો વધુ પામવાની તમન્ના જાગે છે.

કર્તવ્ય કર્મ

કર્મભક્તિ

કર્મયોગી

ઘર એક મંદિર ક્યારે બને ?

અખિલ બ્રહ્માંડની પરાશક્તિ માઁ વિશ્વંભરીએ શ્રી મહાપાત્રને 'ઘર મંદિર'નો દિવ્ય માર્ગ વિશ્વકલ્યાણ માટે દર્શાવ્યો છે. તેમના સંદેશ મુજબ, ઘરમાં કુળદેવી, ગણપતિ અને માઁ વિશ્વંભરીની ચૈતન્ય પોઝની સ્થાપના કરીને, પરિવારના સભ્યોએ દૈનિક કર્તવ્યકર્મ બાદ સવાર-સાંજ આરતી દ્વારા સાત્વિક શક્તિની આરાધના કરવી જોઈએ. સાથે સાથે જીવનમાં વૈદિક સદગુણોનું આચરણ અને કર્મના સિદ્ધાંતનું પાલન કરીને સમજદારીપૂર્વક જીવન જીવે-એ ઘર સાચે જ એક મંદિર બની જાય છે. વિશ્વમાં જેમ ઘરમંદિર બનતા જશે, તેમ કળિયુગનો અંત અને નવયુગનું સર્જન ઝડપથી થશે.

જીવનમાં મોક્ષ ક્યારે ?

જીવનમાં મોક્ષ ક્યારે

માનવજીવનનો મૂળ ઉદ્દેશ છે કે જ્યાંથી જીવ છૂટો પડ્યો છે, એ પરમશક્તિમાં ફરી વિલીન થવું — એટલે કે મોક્ષ પામવો. એ માટે જરૂરી છે અનુભવી માર્ગદર્શન, સદગુણોનું આચરણ અને ઋણમુક્ત જીવનશૈલી.

શ્રી મહાપાત્ર, જેઓ સ્વયં પરમશક્તિ માઁ વિશ્વંભરી સુધી પહોંચ્યા છે, આજે તેઓ સ્વાનુભવથી જગતને નિસ્વાર્થભાવે મોક્ષમાર્ગનું માર્ગદર્શન આપી રહ્યા છે. મોક્ષ ઈચ્છનાર મનુષ્યે જીવનમાં રહેલા પાંચ મહત્વના ઋણબંધનમાંથી મુક્તિ મેળવવી આવશ્યક છે — ત્યારે જ મોક્ષના દ્વાર ખુલે છે.

માતા-પિતા

વૈદિક સંસ્કૃતિ 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' જેવા ઉચ્ચ આદર્શો પર વૈદિક સંસ્કૃતિ 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' જેવા ઉચ્ચ આદર્શો પર આધારિત છે. માતા-પિતા પોતાના ત્યાગથી સંતાનને ઉછેરે છે અને પોતાની ફરજ અદા કરીને ઋણ ચૂકવે છે. સંતાન માટે એ ઋણ ચૂકવવાનો એકમાત્ર માર્ગ છે-માન અને સન્માનપૂર્વક તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરવી. જ્યાં આ પરસ્પર ફરજો નિભાવાય છે, ત્યાં માતા-પિતા અને સંતાન બંને ઋણમુક્ત બને છે.

માઁ શક્તિ

સર્જનહાર પરાશક્તિ-માઁ વિશ્વંભરી સમગ્ર સૃષ્ટિ અને જીવસૃષ્ટિની જનની છે. દરેક જીવમાં, ચૈતન્યમાં અને પ્રકૃતિના કણે કણે તેમની શક્તિનો વ્યાપ છે. મનુષ્યનું દરેક કાર્ય તેમના શક્તિથી સંચાલિત છે. તેથી તેમના ઋણમાંથી મુક્ત થવા નિત્ય સાત્વિક આરાધનાનું પાલન આવશ્યક છે.

ગાયમાતા

ગૌમાતા માનવજાતને માતાસમાન સ્નેહ, વાત્સલ્ય અને સાત્વિક દાનરૂપે દૂધ, ગૌમૂત્ર અને ગોબર આપે છે. એ એક દૈવિક અને પરોપકારી જીવ છે, જે માનવજીવનના સર્વાંગી વિકાસમાં અમૂલ્ય યોગદાન આપે છે.તેમના પાલન-પોષણ અને રક્ષણની ફરજ માનવજાતની છે. જો મનુષ્ય આ ફરજ નિભાવે, તો ગૌમાતાનું ઋણ ચોક્કસ રીતે ચૂકવી શકાય.

સનાતન વૈદિક સંસ્કૃતિ

સનાતન વૈદિક સંસ્કૃતિ એટલે વેદોમાં સમાવાયેલ જ્ઞાન, ભક્તિ અને કર્મનો અમૂલ્ય વારસો, જેણે ભારતને સમૃદ્ધ અને સુસંસ્કૃત બનાવ્યું. ઋષિ-મુનિઓએ આ સંસ્કૃતિથી માનવજાતને ઉંચા જીવનમૂલ્યો શીખવ્યા અને શ્રીરામે મર્યાદાથી તેને જીવંત રાખી હતી. આ સંસ્કૃતિને અનુસરનાર મનુષ્ય મર્યાદા, વૈવિધ્ય, એકતા અને આધ્યાત્મિકતા જેવા ગુણોથી માનવથી મહામાનવ બની શકે છે, જટિલ સમસ્યાઓ ઉકેલી શકે છે અને જીવનમાં ઋણમુક્તિની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે.

પ્રકૃતિ

પ્રકૃતિ સમગ્ર જીવસૃષ્ટિનો આધારસ્તંભ અને પરમેશ્વરી સ્વરૂપ છે. હવા, પાણી, અનાજ અને ઔષધિ જેવી અતિ આવશ્યક જીવન જરૂરિયાતો પૂરાં પાડી તે જીવન શક્ય બનાવે છે. તેથી પ્રકૃતિનું પાલન, પોષણ અને સંરક્ષણ એજ મનુષ્યનો સાચો ધર્મ છે- અને એ રીતે જ તેના ઋણમાંથી મુક્તિ મેળવી શકાય.

Dham Events

Join us in celebration, prayer, and service.

Live spiritual event
LIVE

Live Satsang

Join Maa's divine presence right now. The live broadcast is happening as we speak.

Join Live
Upcoming spiritual event

Upcoming Events

Prepare your heart for upcoming satsangs, yagnas, and festivals. Mark your calendar!

Learn More
Past spiritual event

Past Events

Relive the blessed moments and divine celebrations from our past gatherings.

View Events

QUOTES BY MAHAPATRA

"जीवन को अपनी आँखों से देखो और खुद के निर्णय सरल भाषामें रखो।"
More Quotes

દર્શન અને નિયમો

મંદિરના સમય અને નિયમોની સંપૂર્ણ જાણકારી

દર્શનનો સમય

સવાર: ૭:૩૦ થી બપોરે ૧:૦૦ (દરરોજ)

બપોર: ૨:૩૦ થી રાત્રે ૮:૩૦ (દરરોજ)

આરતીનો સમય

સવાર: ૮:૧૫ (દરરોજ)

સાંજ: ૭:૧૫ (દરરોજ)

હિમાલય દર્શનનો સમય

દરરોજ: સાંજે ૭:૦૦

ધામ પરિસરમાં પાળવાના નિયમો

  • દર્શન માટે માતાઓ-બહેનોએ ચુંદડી / દુપટ્ટો અવશ્ય સાથે રાખવો.
  • પરિસરમાં મહિલાઓ અને પુરુષોએ સંપૂર્ણ વસ્ત્રો પહેરીને મર્યાદાનું પાલન કરવું.
  • પરિસરમાં શાંતિ જાળવવી અને સ્વચ્છતા રાખવામાં સેવકોને સહકાર આપવો.
  • પરિસરમાં પાળતુ પ્રાણીઓને લાવવાની સખત મનાઈ છે.
  • પરિસરમાં ખાવું-પીવું કે નાસ્તો કરવાની સખત મનાઈ છે.
  • ગુટખા, પાન-મસાલા, તમાકુ, બીડી, સિગારેટ, શરાબ વગેરે નશીલા પદાર્થો સખત પ્રતિબંધિત છે.
  • પરિસરમાં બંદૂક, રિવોલ્વર, તલવાર, ચાકુ જેવા હથિયારો લાવવા સખત પ્રતિબંધિત છે.
  • પરિસરમાં, પાર્કિંગમાં કે ધામની કોઈપણ જગ્યાએ વોલીબોલ, ક્રિકેટ જેવી રમતો રમવી કે ઝાડ પર ચઢવું નહીં.
  • પર્સ, બેગ, કિંમતી સામાન અને બાળકોની જવાબદારી સ્વયં રાખવી.
  • કોઈપણ પ્રકારની સહાયતા માટે કાર્યાલયનો સંપર્ક કરવો.

આપેલા નિયમોનું ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર બનશે.

- વ્યવસ્થાપક, માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ - રાબડા (તા.જી. વલસાડ)